ENTERTAINMENT

મલયાલમ ફિલ્મ મેકર જોસેફ મનુ જેમ્સનું નિધન,

મલયાલમ ફિલ્મ મેકર જોસેફ મનુ જેમ્સનું નિધન થઈ ગયુ છે. માત્ર  31 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જોસેફને ન્યુમોનિયા થયો હતો. જોસેફના નિધનથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. 24 ફેબ્રુઆરીના રોજ એર્નાકુલમ જિલ્લાના અલુવાની હોસ્પિટલમાં તેમનું નિધન થયું. તેમને રાજાગીરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંના સ્ટાફ મેમ્બરે જણાવ્યું કે, જોસેફને ન્યુમોનિયા થયો હતો. જેમ્સના અંતિમ સંસ્કાર રવિવારે 26 ફેબ્રુઆરીના રોજ બપોરે 3:00 વાગ્યે મેજર આર્ચી પિસ્કોપી દ્વારા માર્થા મરિયમ આર્ચડેકોન ચર્ચ કુરાવિલાંગડ ખાતે કરવામાં આવ્યા હતા. જોસેફ પરિણીત હતા.

[wptube id="1252022"]
Back to top button