ENTERTAINMENT

બોલિવૂડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનને ફરી એક વખત જીવથી મારવાની ધમકી આપી

ગેન્ગસ્ટર ગોલ્ડી બરારે બોલિવૂડ ફિલ્મ અભિનેતા સલમાન ખાનને ફરી એક વખત જીવથી મારવાની ધમકી આપી છે. બરારે એક ઇન્ટરવ્યૂંમાં કહ્યું કે સલમાન ખાન તેમના નિશાના પર છે અને તેમની હત્યા જરૂર કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે મુંબઇ પોલીસે આ વર્ષે માર્ચમાં સલમાન ખાનને ધમકી ભરેલા ઇ-મેલ મોકલવા મામલે લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

એક ઇન્ટરવ્યૂંમાં પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાનું મર્ડર કરાવવાનો ખુલાસો કર્યો છે. સાથે જ તેને સ્પષ્ટતા કરતા કહ્યું કે તે ખાલિસ્તાનનું સમર્થન નથી કરતો અને ના તો આઇએસઆઇ સાથે તેની મિત્રતા છે.

સલમાન ખાનને ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાર કેટલીક વખત ધમકી આપી ચુક્યા છે. સલમાન ખાનને ધમકી મળવાનો આ સિલસિલો 1998થી ચાલતો આવી રહ્યો છે. આ તે વર્ષ હતું, જ્યારે કાળિયારના શિકાર મામલે સલમાન ખાનનું નામ આવ્યું હતું ત્યારથી બિશ્નોઇ સમાજ સલમાન ખાનનો વિરોધ કરવા લાગ્યુ હતું, તેની ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવતો હતો. સલમાનની ફિલ્મના ગાયન પણ આ સમાજમાં સાંભળવામાં આવતા નથી. સલમાન ખાનને કાળિયાર કેસમાં જોધપુર કોર્ટમાં હાજર થવાનું હતું પણ બિશ્નોઇ ગેન્ગની ધમકી મળવાને કારણે સુરક્ષાનો હવાલો આપતા કોર્ટમાં હાજર થયા નહતા. જૂન 2021માં પણ એજન્સીઓએ જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ કરતા સલમાન ખાનના ઘરની રેકી કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. સલમાનની હત્યા માટે રાજસ્થાનના ગેન્ગસ્ટરને જવાબદારી સોપી હતી.
ગોલ્ડી બરાર એક એવો ગુનેગાર છે, જે દેશ બહાર બેસીને ગુનાહિત ગતિવિધિને અંજામ આપે છે. ભારતની તમામ એજન્સીઓ તેને શોધી રહી છે. ઇન્ટરપોલે પણ તેના વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. અહી સુધી કે તેમનું નામ કેનેડા પોલીસની વોન્ટેડ લિસ્ટમાં પણ સામેલ છે, તેના માથા પર દોઢ કરોડનું ઇનામ રાખવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button