
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
શિબિરમાં પશુપાલન માવજત પશુ રક્ષણ સહિત પશુપાલનની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પડાઇ
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના સરસિયા દત્ત મંદિરના પટાગણમાં નવસારી જિલ્લા પંચાયત તથા પશુ દવાખાના ખેરગામ દ્વારા તાલુકાના પશુપાલકો માટે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર ક્રમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં વિવિધ તજજ્ઞો ડૉ.એમ.સી.પટેલ, ડૉ.ડી.બી ઠાકોર, ડૉ.વી.બી ઓઝા, ડૉ.વાય.આર.પટેલ, ડૉ.બી.એલ.માહલા, ડૉ.કે.ડી.પટેલ, ડૉ.જે.એમ.બાલવાની દ્વારા પશુપાલન માવજત પશુ આહાર, પશુ રક્ષણ તેમજ પશુપાલન ની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડી હતી. શિબિરમાં ખેરગામ તાલુકાના ૨૦૦ જેટલા પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પશુપાલન અધ્યક્ષશ્રી નિકુંજભાઈ પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન ગરાસીયા ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખ લીનાબેન પટેલ, અગ્રણીશ્રી ચુનીભાઇ પટેલ, શ્રી શૈલેષભાઈ ટેલર સરપંચ ઝરણા બેન પટેલ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.



