નારણ ગોહિલ લાખણી
નાયબ કલેક્ટર શ્રી ડી.એન.કાછડ સાહેબના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્ય

લાખણી શહેર તેમજ તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ જેમાં લાખણી શહેર તેમજ તાલુકાની સરકારી કચેરીઓ, શાળાઓ, બેંકો વિવિધ સંસ્થાઓએ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપી હતી દેશભક્તિના ગીતો તેમજ વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા લાખણી વિસ્તાર , પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તાલુકાના પંચાયત તેમજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન વંદન કાર્યક્રમ લાખણીના કમોડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રીમાન ડી.એન કાછડ નાયબ કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટય,પોલીસ પરેડ , નાયબ કલેક્ટર શ્રી ડી એન કાછડ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવામા આવેલ અને ઉપસ્થિત તમામ અધિકારીગણ પદાધિકારીઓ શિક્ષકો વિધાર્થીઓ ગામજનો દ્વારા રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપવા આવેલ ત્યારબાદ રાષ્ટ્રગીત દેશભક્તિના ગીતો, તેમજ કમોડી ગામ સહિત આજુબાજુની શાળાના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ સંસ્કૃતિ ગીતો નાટક રજુ કર્યા હતા જેમાં બાળકોને પ્રોત્સાહિત ઇનામો મહાનુભાવો દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવાં બદલ અઘિકારી શ્રીને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવેલ ઉચ્ચ ડિગ્રી મેળવેલ વિધાર્થીઓની ને સન્માન પત્ર આપી નાયબ કલેક્ટર શ્રી ડી.એન.કાછડ મામલતદાર શ્રી એમ ડી ગોહીલ અને તાલુકા વિકાસ અધિકારી બેલાબેન પટેલ દ્વારા સન્માન કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન મામલદાર શ્રી એમ ડી ગોહીલ સાહેબ.તાલુકા વિકાસ અધિકારીશ્રી બેલાબેન પટેલ સરપંચશ્રી કલ્યાભાઈ, આગથલા પીએસઆઇ . ડી.બી.ચૌધરી તથા સ્ટાફગણ, ટીપીઓ .નફીસાબેન . કમોડી મેડિકલ ઓફિસર ડૉ. વિશાલ હેરુવાલા .B.R.C. વિનયભાઈ જોષી.તાલુકાના ભાજપના આગેવાનો, હોદેદારો કર્મચારીઓ, તથા કમોડી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આમ લાખણી સહિત તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ.









