
કોંગ્રેસે ફરી વાંકાનેર તાલુકા પંચાયતમાં પગ નાખ્યા!!!

“આઝાદી બાદ પ્રથમ વખત તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયા બાદ અઢી વર્ષના શાસન પછી કોંગ્રેસ પાર્ટીના ન્યાય સમિતિના પાયલબેન બેડવા ની વરણી થી ન્યાય સમિતિની ચેમ્બરમાં જય ભીમ ના નારા ગુંજીયા”

વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી બાદ સૌપ્રથમ વખત ભાજપનું શાસન તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો છે ત્યારે અઢી વર્ષના શાસનકાળ બાદ ફરી કોંગ્રેસે પોતાના પગ નાખ્યા હોય તેમ ન્યાય સમિતિમાં કોંગ્રેસી તાલુકા પંચાયતના સદસ્ય પાયલબેન બેડવા ને ન્યાય સમિતિના ચેરમેન તરીકે ની વર્ણી કરવામાં આવતા દલિત સમાજ અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી સમગ્ર ન્યાય સમિતિની ચેરમેન ચેમ્બરમાં જય ભીમ ના સૂત્રોચાર સાથે સમગ્ર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની તસ્વીર પર ફૂલહાર ચડાવી મહિલા ન્યાય સમિતિ ચેરમેન પાયલ બેને ખુરશી નું સોપાન સંભાળ્યું હતું જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવીદ પીરઝાદા તેમજ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન શકીલ પીરઝાદા એડવોકેટ તેમજ ગુલામભાઈ પરાસરા માર્કેટયાર્ડ ચેરમેન શ્રી અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સહિત પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ યુનુસભાઇ વિગેરે મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજ ના અગ્રણીઓ આગેવાનો હાજર રહ્યા હતા જે તસ્વીરમાં દ્રશ્ય થાય છે આ બિન હરીફ વરણીથી ફરી તાલુકા પંચાયત કચેરીમાં કોંગ્રેસ પાર્ટીના પાયા મજબૂત થતા હોય તેમ રાજકીય ક્ષેત્રે ચર્ચા ના ચકડોળેચડ્યું છે









