GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા તાલુકાના બગસરા ગામે ઓવરલોડ વાહનો રોકી છેડાયું આંદોલન!

માળીયા તાલુકાના બગસરા ગામે ઓવરલોડ વાહનો રોકી છેડાયું આંદોલન!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં માળિયા (મી) તાલુકાના રણ કાંઠા વિસ્તારમાં આવેલા બગસરા ગામે મીઠા ઉદ્યોગકારોના ઓવરલોડ વાહનો થી ત્રાહીમામ પોકારી ગયા છે. અને આ ત્રાસથી છુટકારો મેળવવા ટ્રક ગામમાંથી ચાલતા બંધ કરાવવા મીઠું ભરેલા ટ્રક ગ્રામજનો માટે જોખમી બનતા સ્થાનિક રહીશો દ્વાર આજે તારીખ ૨૯ ડિસેમ્બરને શુક્રવારના રોજ ગામમાંથી પસાર થતાં મીઠાના ટ્રકોને રોકીને રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવવામા આવ્યો હતો.

આ પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી થી ૪૫ કીલોમીટર દુર આવેલા માળીયા મીયાણા તાલુકાના રણ કાંઠા વિસ્તારના ઉત્પાદન થતાં મીઠું નું પરીવહન કરતા ઓવરલોડ વાહનો બગસરા ગામમાં ગામની વચ્ચેથી પસાર થાય છે. આ ઓવરલોડ વાહનો નાં ચાલવાથી ખેડવા લાયક જમીન, મકાન, વૃક્ષો અને પ્રાથમિક શાળાને પણ નુકસાન પહોંચાડવામા આવી રહ્યું છે. તેમજ અહીંની શાળામાં અભ્યાસ કરતા ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓ માટે પણ મીઠાના ટ્રક જીવને પણ જોખમ ઊભું કરી રહ્યા છે. આ અંગે અગાઉ અનેક વખત ગ્રામ પંચાયત તથા ગામના સ્થાનિકો અને ખેડૂતોએ ઓવરલોડ મીઠાના ટ્રકો ચાલતા બંધ કરાવવા અંગે રજૂઆત કરી છે. પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આજે તારીખ ૨૯ ડિસેમ્બરને શુક્રવારના રોજ સવારે ૧૦ વાગ્યે રસ્તારોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ગામ વચ્ચેથી નીકળતા મીઠાના ટ્રકોને રોકી દેવામાં આવ્યા હતા. જો આ ઓવરલોડ વાહનો બગસરા ગામ વચ્ચેથી થી જ પસાર થશે તો આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે અને તે માટે જે પરિસ્થિતિ ઉભી થાય તેના માટે જવાબદાર વહીવટી તંત્ર ની જવાબદારી રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

[wptube id="1252022"]
Back to top button