
31 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસના અર્થશાસ્ત્ર વિભાગ અને બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે તા. 21 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ 23 દરમિયાન યુવક સહકારી શિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા સહકારી સંઘના CEI ફાલ્ગુનીબેન પટેલે વિદ્યાર્થીનીઓને સહકારી પ્રવૃત્તિ, સહકારી મંડળીઓની રચના, સહકાર ના સિદ્ધાંતો, સહકારી ઓડિટ અને હિસાબ પધ્ધતિ તથા સખી મંડળીઓ કેવી રીતે કાયૅ કરે છે તે વિશે ખૂબ સરસ માહિતી આપી.. આજના સમયમાં વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં સહકારી ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વર્કશોપનું સંચાલન જી.ડી. મોદી કોલેજના પ્રિ. ડો. ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. હડિયોલ સાહેબ અને પ્રા. હેમલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.





