
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ – નવસારી
નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગની સતર્કતાના લીધે કોરોના સક્રિય કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં છેલ્લા ચારેક મહિનાથી કોરોનાએ ફરી માથું ઊંચકતા જિલ્લાનું આરોગયતંત્ર હરકતમાં આવી તાત્કાલીક ધોરણે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં વધારો કર્યો હતો. જેથી જિલ્લામાં સંક્રમિત દર્દીઓને સમયસર સારવાર મળતાં રિકવરી રેટમાં વધારો નોંધાયો છે, આજે સોમવારે પણ જિલ્લામાંથી 330 દર્દીઓ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ સામે આવતા આરોગયતંત્ર રાહતનો દમ લીધો છે, આજે વધુ 04 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે, જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના પોઝીટીવ કેસોની સામે 26 જેટલા દર્દીઓ સાજા થતા તેમણે રજા આપવામાં આવી છે. હાલે જિલ્લામાં માત્ર 04 દર્દીઓ સારવાર હેઠળ છે.
[wptube id="1252022"]



