
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લા પોલીસ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી આહવા ડાંગનાઓનાં સંયુકત ઉપક્રમે સ્ટુડન્ટસ પોલીસ કેડેટ યોજના અંતર્ગત સમર કેમ્પનું આયોજન ડાંગ જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ મહાલ ખાતે થયુ હતુ.જે સમર કેમ્પમાં ડાંગ જિલ્લાની છ શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જેમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવા, ગુરુકુળ આશ્રમ શાળા ભદરપાડા,એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ મહાલ,એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બારીપાડા.જવાહર નવોદય વિદ્યાલય સાપુતારા પ્રાથમિક શાળા બોરખલ જેવી શાળાઓનો સમાવેશ કરાયો હતો.આ એસ.પી.સી સમર કેમ્પ દરમ્યાન બાળકોને ઇન્ડોર ક્લાસ થિયરી અને આઉટ ડોર પરેડ, ક્લાસ યોગા મેડીટેશન, ટ્રેકિંગ,વિલેજ વિઝિટ એક્શન પ્લાન,મહાલ કેમ્પ સાઈડ વિઝિટ તેમજ ઇન્ડોર વિભાગની વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.આ તમામ પ્રવૃતિઓ કરતા કેડેટનું મુલ્યાંકન સદર કેમ્પમાં ફરજ બજાવતાં સી પી ઓ અને એ.ડી.આઈ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
અહી ક્વીઝ,ચિત્ર,આઉટ ડોર પરેડ? સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ઓવર ઓલ બેસ્ટ કેડેટ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પ્રથમ દ્વિતિય અને તૃતિય વિજેતાઓને પ્રવૃતિ વાઈઝ કુલ 45 ટ્રોફી અને સર્ટિફિકેટ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ જિલ્લા શિક્ષણાધિકારી વી.ડી દેશમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે તથા મહાલ ગામના સરપંચ સારિકાબેનની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યા હતા.આ સાથે કેમ્પમાં હાજર રહેલ 240 તમામ કેડેટસને પાર્ટીસીપેશન સર્ટિફિકેટ મહાનુભવો દ્વારા આપવામાં હતા.આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ જણાવ્યુ હતુ કે એસ.પી.સીનો કેડેટ દેશનો શ્રેષ્ઠ નાગરીક બને અને તે માટેના પ્રયાસો પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગ કરવામાં આવી રહ્યા છે.જે આપણા માટે ગૌરવની બાબત છે.આ સાથે તેઓએ મહાલ ખાતે સતત છ દિવસ સુધી હાજર રહી રચનાત્મક પ્રવૃતિઓ કરવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા..





