કાલોલ માં ત્રણ દિવસથી માંદગીમાં પડેલ ગાયને બે વકીલો દ્વારા એનિમલ એમ્બ્યુલન્સની મદદથી પાંજરાપોળ મોકલાવાઇ

તારીખ ૭ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં રાત દિવસ પશુઓ રખડતા જોવા મળતા હોય છે.જ્યારે આવા પશુઓના ને અગર કોઈ માંદગી કે ઇઝાગ્રસ્ત સમયે સમય સર સારવારન મળેતો મૃત્યુ પામતા હોય છે અને માર્ગો કે સોસાયટીમાં સડી પણ જતાં હોય છે. તો કોઈ ક વખત નગરમાં જીવપ્રેમીઓ દ્વારા સમય સર સારવાર માટે પશુ ચિકિત્સકની ટ્રીટમેન્ટ લઈ બચાવી પણ લેવાતા હોય છે.એવી જ એક ઘટના કાલોલ નગરમાં આવેલ જગદંબા સોસાયટીમાં રાતદિવસ રખડતા પશુઓમાં એક ગાય છેલ્લા ત્રણ દિવસથી સોસાયટીમાં માંદગીને કારણે તડફતી હતી.જોકે સ્થાનિક રહીશોમાં કેટલાક પરિવાર દ્વારા તેને સમય અનુસાર ખોરાક, પાણી,અને છાસ પણ પીવડાવવામાં આવતી હતી.પરંતુ ગાયની તબિયત દિવસે દિવસે લથડતી જતી હતી.પરંતુ આજ રોજ બે ધારાશાસ્ત્રી (વકીલ) દિવ્યરાજસિંહ અને કાંતીભાઇ જગદંબા સોસાયટી તરફ પોતાના વકીલાતના કામથી નીકળ્યા હતાં ત્યારે માંદગીમાં પડેલ ગાયની પરિસ્થિતિ જોઈ તાબડતોબ ગોધરા એનિમલ એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા જીવદયા ધામનું વાહન આવી પોંહચ્યું. જયારે સોસાયટી અને બંને વકીલભાઈઓ દ્વારા પોતાનું કર્તવ્ય પુર્ણ કરી જીવદયાના સહયોગી બની માંદગીમાં પડેલ ગાયને સારવાર માટે પાંજરાપોળ ગોધરા ખાતે મોકલી આપવામાં આવી હતી.










