
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
વાંસદા તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ એપ્રિલ -૨૦૨૩ ના રોજ મામલતદાર કચેરી વાંસદા ખાતે ખાતે સવારે ૧૧-૦૦ કલાક દરમિયાન યોજાશે.
એપ્રિલ -૨૦૨૩ ના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મહેસૂલી તંત્ર, પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડને લગતા પ્રશ્નો સબંધિત ખાતાના અધિકરીશ્રી અને મામલતદારશ્રી સાંભળશે. અરજદારે પ્રશ્નો અંગેની લેખિત અને ટાઇપ કરેલ અરજી (સંબંધિત વિભાગને કરેલી અરજીની નકલ સાથે) તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં ટપાલ મારફત અથવા રૂબર રજુવાત “ મામલતદારશ્રી વાંસદા” કચેરી ખાતે કરવાનું રહશે. અરજી પર ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ એ મુજબ દર્શાવવાનું રહેશે. અરજદારે અલગ-અલગ વિષય દર્શાવતો પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહિ. નિતિ વિષયક, કોર્ટ મેટરના પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહિ. તેમ મામલતદારશ્રી વાંસદા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.




