MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા ધ્રુવનગર ગામે 10 માસના બાળકને હૃદયમાં જન્મથી કાણું RBSK ટીમ દ્વારા સફળ ઓપરેશન વિનામૂલ્ય કરવામાં આવ્યું

ટંકારા ધ્રુવનગર ગામે 10 માસના બાળકને હૃદયમાં જન્મથી કાણું RBSK ટીમ દ્વારા સફળ ઓપરેશન વિનામૂલ્ય કરવામાં આવ્યું

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામમાં જન્મથી જ હૃદયમાં કાણું (congenital heart disease) ધરાવતું ૧૦ માસનું બાળક ધ્રુવ કાનજીભાઈ વાઘેલા નું ટંકારા તાલુકાની RBSK ટીમ દ્વારા સફળ ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવેલ. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કવિતા જે. દવે અને તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. ડી. જી. બાવરવા સાહેબનાં માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝરશ્રી હિતેશભાઈ પટેલ તથા તાલુકા હેલ્થ વિઝીટરશ્રી ભાવનાબેન પટેલ અને RBSK ટીમનાં મેડિકલ ઓફિસર ડો. અમિતા સનારિયા તથા ડો. કેયૂર જાની દ્વારા બાળકનાં ઘરે જઈને તપાસ કરવામાં આવેલ હતું. જેમાં બાળકને હૃદયરોગ હોવાની જાણ થતાં રીફર કાર્ડ ભરી તથા જિલ્લામાં મંજૂરી માટે જરૂરી ડોક્યુમેન્ટનું માર્ગદર્શન આપ્યું હતું અને અમદાવાદ ની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવેલ હતું જેમાં બાળકનું RBSK કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું. આ સારવારનો પ્રાઇવેટ હોસ્પિટલમાં ૩-૪ લાખનો ખર્ચ આવે છે અને બાળકનો પરિવાર આર્થિક રીતે સક્ષમ ન હોય વિના મૂલ્યે સારવાર, યોગ્ય સમયે માર્ગદર્શન તથા રેફરલ સર્વિસ આપવા માટે RBSK ડો. અમિતા સનારીયા તથા ડો. કેયૂર જાનીનો તથા સરકારશ્રીની આ યોજનાનો આભાર માન્યો હતો.

[wptube id="1252022"]
Back to top button