BANASKANTHAPALANPUR
એન .પી .પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ કૉલેજ પાલનપુર ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી

21 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી નિમિત્તે નવલકથાકાર દેવશંકર મહેતા વ્યાખ્યાન શ્રેણી “મળી માતૃભાષા મને ગુજરાતી” વિષય પર ડૉ.સોહનભાઈ દવેનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં ડૉ.સોહનભાઈ દવે “મળી માતૃભાષા મને ગુજરાતી” વિષય પર હેમચંદ્રાચાર્યથી લઈને અત્યારના અનુઆધુનિક ગુજરાતી સાહિત્યના સર્જકો વિશે અને તેમના ઇતિહાસ વિશે સુંદર વ્યાખ્યાન આપ્યું હતું.ગુજરાતી સાહિત્ય પરિષદને શ્રી જગદીશ ત્રિવેદી દ્વારા ૫૧ વ્યાખ્યાનો યોજવા માટેનું દાન મળ્યું છે. આ દાન વ્યાખ્યાન પુરસ્કાર માટે છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યા ડૉ. મનિષાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ ગુજરાતી વિભાગ દ્રારા પ્રા.કાતિૅકભાઈ મકવાણા તથા ડૉ.આકૃતિ પાંચાલે કયુૅં હતું.
[wptube id="1252022"]



