GIR SOMNATHUNA

ઉનાઃ બાગાયત વિભાગ દ્વારા ફળોનીવિવિધ બનાવટો અને મૂલ્યવર્ધન અંગે શિબિર યોજાઇ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ઉના તાલુકા ખાતે મહિલાઓને ફળોની વિવિધ બનાવટો અને તેનું મુલ્યવર્ધન અને કિચન ગાર્ડનીગ તથા બાગાયતી ખેતી કરતા મહિલા ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં ગીર સોમનાથ જિલ્લાનાં બાગાયત વિભાગના અધિકારી બરખા બારડ અને બાગાયત મદદનીશ જગદિશભાઈ રાઠોડ તથા કર્મચારીઓ દ્વારા મહિલા ખેડૂતોને ઝીણવટભર્યું માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. શિબિરમાં ફળોની વિવિધ બનાવટો અને તેનું મુલ્યવર્ધન અને બાગાયતી ખેતી કરતા મહિલા ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું.

તસ્વીર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button