MORBIMORBI CITY / TALUKO

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો ૧૩ મો સ્નેહમિલન સમારોહ યોજાયો

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળનો આજે ૧૩ મો સ્નેહમિલન સમારોહ મોરબીના રામધન આશ્રમ ખાતે યોજાયો હતો જેમાં કેજીથી માંડીને ધોરણ ૧૦ સુધીના બાળકો માટે રમત ગમતનું આયોજન કરાયું હતું જેમાં ૧૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

 

 

દરેક રમતમાં ૧ થી ૩ નંબરે વિજેતા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ૧૧ દાતાઓએ સહયોગ આપ્યો હતો અને કારોબારી સભ્યોએ ખુબ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમમાં મોરબીના સમાજ શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહીને મંડળની કામગીરીને બિરદાવી હતી

કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવર્ચન મયુરભાઈ ગજીયાએ અને આભાર વિધિ વિજયભાઈ કાન ગડ દ્વારા કરાયું હતું અજયભાઈ ડાંગર દ્વારા મંડળની કાર્યસુચી જણાવવામાં આવી હતી આ પ્રસંગે મહંત ભાવેશ્વરીબેન, ચંદુભાઈ હુંબલ અને જીવણભાઈ ડાંગર સહિતના અગ્રણીઓએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને ૫૦૦ જેટલા કર્મચારી પરિવારજનોએ સાથે ભોજન લીધું હતું

કાર્યક્રમમાં મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળે ઉપસ્થિત પત્રકારો, દાતાઓ અને સમાજ આગેવાનોનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું

[wptube id="1252022"]
Back to top button