BANASKANTHAKANKREJ

રાધનપુરમાં પ્રજાપતિ સમાજના જસલપૂરા પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો પંચમ પાટોત્સવ યોજાયો.

વંત ૨૦૭૫ ના મહાસુદ-૯ ને ગુરૂવાર તા.૧૪-૦૨-૨૦૧૯ થી મહાસુદ - ૧૦ ને શુક્રવાર તા.૧૫-૦૨-૨૦૧૯ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ

ગુજરાત રાજયની નવાબી નગરી રાધનપુરમાં સવંત ૧૫૯૭ માં જસલપૂરા પરિવારના લાલાદાદા જસલપુરા ગામેથી રાધનપુર આવ્યા.તે સમયે માતાજીની નાની દેરી બનાવી પૂજા અર્ચના કરતા. માતાજીની અમીદ્રષ્ટિથી જસલપૂરા પરિવારનો વંશવેલો વધવા માંડ્યો અને રાધનપુરથી જસવંતદાદાના દીકરાઓ આ વિસ્તારના આજુ બાજુના ગામડાઓમાં વસવાટ કરેલ.સમય જતાં નાની દેરી માંથી નાનું મંદિર બનાવેલ જેનું નિર્માણ મોટું થયેલ આ મંદિરે રાધનપુર,ધધાણા,જાવંત્રી,ઊંડાઈ,દાત્રાણા,સાંતલપુર,ભાડીયા, મઘાપુરા,પીરોજપુરા, દાઉદપૂરા, માંડવી, ખરચરીયા,દૂધખા,સમી,સાંથલી તથા અમરપુરા (ઊણ) ગામોમાં જઈ ને વસવાટ કર્યો તમામ ગામોના પ્રજાપતિ સમાજના જસલપૂરા પરિવારના ભાઈઓ એકત્રિત થઈ પરિવારના સહયોગથી શ્રી ચામુંડા માતાજી, શ્રી ખોડિયાર માતાજી તથા શ્રી વિરદાદાની પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવાનું નક્કી કરાતાં સવંત ૨૦૭૫ ના મહાસુદ-૯ ને ગુરૂવાર તા.૧૪-૦૨-૨૦૧૯ થી
મહાસુદ – ૧૦ ને શુક્રવાર તા.૧૫-૦૨-૨૦૧૯ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ.જેના પાંચમા પાટોત્સવ નિમિતે સંવત ૨૦૮૦ ના મહાસુંદ -૧૦ ને સોમવાર તા.૧૯/૦૨/૨૦૨૪ ના રોજ શ્રી ચામુંડા માતાજીનો પંચકુંડી નવચંડી યજ્ઞ પ.પૂજ્ય બ્રહ્મચારી પ્રકાશાનંદજી મહારાજ મહંતશ્રી પંચમુખી હનુમાનજી મંદિર આદિપુર કચ્છની પાવન નિશ્રામાં જસવંતભાઈ મોહનભાઈ બારોટજી (વાવ- થરાદ)ની
ઉપસ્થિતિમાં યજ્ઞના આચાર્ય મહેશભાઈ જોષી ભિલોટવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે રામાભાઈ પ્રજાપતિ ધધાણા સહિત નવ પટલાઓના યજમાનપદે સગા સ્નેહીજનોની હાજરીમાં સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી યજ્ઞ યોજાયો હતો.ત્યારે ભોજન પ્રસાદ લાભ સ્વ.જસાભાઈ રામજીભાઈ પ્રજાપતિ પરિવારે (દાત્રાણા હાલ-ગાંધીધામ),જ્યારે કંકોત્રીનો લાભ
સ્વ.પરસોત્તમભાઈ પ્રભુદાસ ઓઝા પરિવારના રસિલાબેન, કેયુર,ભારદ્વાજ,જલવંત પ્રજાપતિ એ લાભ લીધેલ.કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ચામુંડા માતાજી મંદિર વહીવટી કમિટીના પ્રમુખ સ્વ.દલસુખભાઈ પ્રજાપતિના સુપુત્ર જયંતીભાઈ,મંત્રી દશરથભાઈ પ્રજાપતિ ધધાણા હાલ-પાટણ,સભ્ય ચમનભાઈ રાધનપુર,સોમાભાઈ ઊંડાઈ, દલસુખભાઈ માંડવી, પરસોત્તમભાઈ ઊંડાઈ,પ્રભુભાઈ ધધાણા,કનુભાઈ જાવંત્રી, રવજીભાઈ દાત્રાણા,મનસુખભાઈ મઘાપુરા,હરેશભાઈ ઓઝા રાધનપુર સહિત પ્રજાપતિ સમાજના ભાઈઓ-બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ માતાજી ના હવનના દર્શન કરી સૌ પાવન થયા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button